Wednesday 10 October 2012

તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે. 

પગલું - 1  સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો
પગલું - 2   ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ  તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો. 
પગલું - 3  ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે  એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો  ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે  ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.   

પગલું - 4  હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો  જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો. 

પગલું - 5   ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.  

પગલું - 6   હવે  ફાઈલ મેનુમાં જઈ સેવએઝ  પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી    File as Type માં   JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ. 

પગલું - 7   હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ  ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે.  સહી માટે પણ ઉપરના પગલા અનુસરો.

Sunday 23 September 2012


અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળ
પ્રતિ,
સંચાલકશ્રી
/આચાર્યશ્રી,




જય ભારત સાથે જણાવવાનું કે સને 2012-13 ના વર્ષે અમદાવાદ જિલ્લા ગ્રામ્યની તમામ શાળાઓના સંચાલકશ્રીઓ/આચાર્યશ્રીઓ તેમજ શાળાલક્ષી માહિતી એક સાથે મેળવી શકાય તેવા હેતુથી શાળા સંપર્ક માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યા છીએ. અગાઉ દરેક શાળામાં વિગતો મોકલવા ફોર્મ મોકલી આપેલ પરંતુ 60 ટકા સ્કૂલોમાંથી ફોર્મ ભરાયેલા પરત મળ્યા નથી.
ફોર્મનો નમૂનો ન હોય તો આ પત્ર સાથે ફરી મોકલી રહ્યો છું જેમાં વિગતો ભરી ફોટા લગાવીને તાત્કાલિક નીચેના સરનામે મોકલી આપશો. સપ્ટેમ્બર-2012 ના અંતમાં ડાયરી છપાય ત્યાં સુધી ફોર્મ ન આવે તો તમારી શાળાની વિગતો ડાયરીમાં આવશે નહીં. કેટલાક મિત્રો એવું માને છે આ ડાયરીમાં સંચાલકોની વિગતો છે જેથી કેટલાક આચાર્યશ્રીઓ માહિતી આપવાનું ટાળે છે. હું સ્પષ્ટતા કરૂ છું કે આ ડાયરી અગાઉ સમીપે જેવી જ બનનાર છે. જે વ્યક્તિએ અગાઉ ડાયરી તૈયાર કરી હતી તે જ વ્યક્તિ આ નવી ડાયરી બનાવી રહ્યા છે. સહકાર આપશો. સંપૂર્ણ વિગતો સાથે માહિતી મોકલી આપો.
ફોર્મ મોકલવા માટેનું સરનામું : શક્તિ વિદ્યાલય, રેલ્વે ઓવરબ્રીજ નીચે, ચાંદલોડીયા, અમદાવાદ

આપનો વિશ્વાસુ
માણેકલાલ કે. પટેલ
મો. 98245-38098

નોંધઃ  જો આપની પાસે કમ્પ્યૂટરની અંદર ગુજરાતી શ્રુતિ (Shruti) ફોન્ટની વ્યવસ્થા હોય તો આ સાથે મોકલેલ ફોર્મમાં જ વિગતો ભરી અને સંચાલકશ્રી અને આચાર્યશ્રીના ફોટાને સ્કેન કરીને JPG ફાઈલમાં એટેચ કરીને ઈમેઈલ દ્વારા મોકલી શકો છો. અમારૂ ઈમેઈલ સરનામું shaktividhya@yahoo.in છે. આ સિવાય આપ પોસ્ટ દ્વારા પણ માહિતી લખીને મોકલી શકો છો.



Thursday 20 September 2012

   

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી 

નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્યાણ-ગુજરાત રાજ્ય -ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગણિત - રસાયણશાસ્ત્ર - ભોતિકવિજ્ઞાન - અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષયના  શિક્ષક ની કુલ ૪૯ જગ્યાની સીધી ભરતી  આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે  ખુલનાર છે. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી બપોરે ૨-૦૦ કલાક પછી ઓનલાઈન ફોર્મ ભરવું. 

Wednesday 19 September 2012

   ( 1974 )શિક્ષક ની ફરજો વિનિમય-http://www.cos-mdm.gujarat.gov.in/Images/teacher_new.pdf

શિક્ષણ અંતર્ગત માહિતી: ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી  નિયામકશ્રી-અનુસૂચિત...

શિક્ષણ અંતર્ગત માહિતી: ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી  નિયામકશ્રી-અનુસૂચિત...: ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી  નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્યાણ-ગુજરાત રાજ્ય -ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગણિત - રસાયણશાસ્ત્ર...

શિક્ષણ અંતર્ગત માહિતી:  બિન આદિજાતિ વિસ્તારમાં જુન – 2012 ના વર્ષમાં સળંગ...

શિક્ષણ અંતર્ગત માહિતી:  બિન આદિજાતિ વિસ્તારમાં જુન – 2012 ના વર્ષમાં સળંગ...:  બિન આદિજાતિ વિસ્તારમાં જુન – 2012 ના વર્ષમાં સળંગ એકમ ધોરણ – 11 ના પ્રથમ ક્રમિક વર્ગ વધારા મંજુર કરેલ છે તેવી ગ્રાંટેડ શાળાઓની યાદી.  બિ...
ધોરણ- 10 ના  ફોર્મ   નો પરિપત્ર ..//
http://gseb.org/gseb/Portal/News/405_1_HKPATEL%20SIR.pdf

std - 10 na form online

ધોરણ - 10 ના  ફોર્મ  આ  વખતે  ઓન્લાઈન  ભરવા  ની  માહિતી 

 નો પરિપત્ર  આવી   ગયો  છે , ચિંતા  કરવનિ  જરૂર નથી  ,,,,

  ફોર્મ  સ્કુલ  માંથી પણ   ભરી  શકાસે ,,//