Sunday, 23 September 2012


અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળ
પ્રતિ,
સંચાલકશ્રી
/આચાર્યશ્રી,




જય ભારત સાથે જણાવવાનું કે સને 2012-13 ના વર્ષે અમદાવાદ જિલ્લા ગ્રામ્યની તમામ શાળાઓના સંચાલકશ્રીઓ/આચાર્યશ્રીઓ તેમજ શાળાલક્ષી માહિતી એક સાથે મેળવી શકાય તેવા હેતુથી શાળા સંપર્ક માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યા છીએ. અગાઉ દરેક શાળામાં વિગતો મોકલવા ફોર્મ મોકલી આપેલ પરંતુ 60 ટકા સ્કૂલોમાંથી ફોર્મ ભરાયેલા પરત મળ્યા નથી.
ફોર્મનો નમૂનો ન હોય તો આ પત્ર સાથે ફરી મોકલી રહ્યો છું જેમાં વિગતો ભરી ફોટા લગાવીને તાત્કાલિક નીચેના સરનામે મોકલી આપશો. સપ્ટેમ્બર-2012 ના અંતમાં ડાયરી છપાય ત્યાં સુધી ફોર્મ ન આવે તો તમારી શાળાની વિગતો ડાયરીમાં આવશે નહીં. કેટલાક મિત્રો એવું માને છે આ ડાયરીમાં સંચાલકોની વિગતો છે જેથી કેટલાક આચાર્યશ્રીઓ માહિતી આપવાનું ટાળે છે. હું સ્પષ્ટતા કરૂ છું કે આ ડાયરી અગાઉ સમીપે જેવી જ બનનાર છે. જે વ્યક્તિએ અગાઉ ડાયરી તૈયાર કરી હતી તે જ વ્યક્તિ આ નવી ડાયરી બનાવી રહ્યા છે. સહકાર આપશો. સંપૂર્ણ વિગતો સાથે માહિતી મોકલી આપો.
ફોર્મ મોકલવા માટેનું સરનામું : શક્તિ વિદ્યાલય, રેલ્વે ઓવરબ્રીજ નીચે, ચાંદલોડીયા, અમદાવાદ

આપનો વિશ્વાસુ
માણેકલાલ કે. પટેલ
મો. 98245-38098

નોંધઃ  જો આપની પાસે કમ્પ્યૂટરની અંદર ગુજરાતી શ્રુતિ (Shruti) ફોન્ટની વ્યવસ્થા હોય તો આ સાથે મોકલેલ ફોર્મમાં જ વિગતો ભરી અને સંચાલકશ્રી અને આચાર્યશ્રીના ફોટાને સ્કેન કરીને JPG ફાઈલમાં એટેચ કરીને ઈમેઈલ દ્વારા મોકલી શકો છો. અમારૂ ઈમેઈલ સરનામું shaktividhya@yahoo.in છે. આ સિવાય આપ પોસ્ટ દ્વારા પણ માહિતી લખીને મોકલી શકો છો.