LTC અંતર્ગતના બધાજ પરિપત્રો
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC
બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC
બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ
મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ
મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ
પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું
જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે
સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર
ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત
થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા
નીચેના લખાણ પર ક્લીક કરો.