Saturday, 26 January 2013





હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી
મેરીટ હોવા છતાં વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હ
તા


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કે કરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત પ્રશ્ને ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ અઠવાડિયામાં નીમણુંક આપવાની કાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આ અંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ વિકલાંગોમાં ખુશીનું મોજુ
ફેલાયું હતું.

 

Friday, 25 January 2013

LTC અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.