દિલ્હી ટેક્નોલોજિકલ યુનિ.ના સ્ટુડન્ટને ગૂગલ તરફથી રૂ. 93 લાખનું પેકેજ
નવી દિલ્હી, 19, સપ્ટેમ્બર ડીટીયુના એક વિદ્યાર્થી હિમાંશુ જિંદલને ગૂગલ યૂએસએ તરફથી રૂ. 93 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. ડીટીયુના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કોમ્પ્યૂટર એન્જિનિયરિંગના ચોથા વર્ષમા અભ્યાસ કરતા હિમાંશુને કંપની તરફથી 1.15 લાખ યૂએસ ડોલર અને 125 ગૂગલ સ્ટોક (કુલ મળીને રૂ. 93 લાખ)નું પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે. ડીટીયુના વિદ્યાર્થીઓને અત્યાર સુધી મળેલા પ્લેસમેન્ટ ઓફરમાં આ અત્યાર સુધીનું સૌથી મહત્તમ પેકેજ છે. આ પહેલા ડીટીયુના એક વિદ્યાર્થીને રૂ. 58 લાખનું પેકેજ આપવામાં આવ્યુ હતું. 21 વર્ષનો હિમાંશુ પંજાબના માનસાનો રહેવાસી છે. આ ઓફરને મેળવવા માટે લેખિત પરિક્ષા અને પછી ઈન્ટરવ્યૂના ચાર રાઉન્ડમાંથી પસાર થવુ પડ્યુ હતું. કંપનીએ હિમાંશુ સાથે અન્ય સાત વિદ્યાર્થીઓને શોર્ટ લીસ્ટ કર્યા હતા અને અંતે કોડિંગ, ટેક્નિકલ અને ડિઝાઈનના ઈન્ટરવ્યૂ પછી હિમાંશુની પસંદગી કરવામાં આવી છે.હિમાંશુનો બીટેકનો અભ્યાસ મે-2014માં પૂરો થશે અને તે ઓક્ટોબર 2014થી ગૂગલની યુએસ ઓફિસમાં જોડાશે. |
No comments:
Post a Comment