Monday 28 October 2013

ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે  વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ? 


મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થી નું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં  ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ  ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.  

ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.  

No comments: