મારા મતે ગ્રાન્ટેબલ શાળાઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા નીચે મુજબ હોઈ શકે.
૧. ભરતી બોર્ડ મેરીટ જાહેર કરશે. મેરીટમાં કોઈને વાંધો હોય તો લેખિત અરજી દ્વારા ધ્યાન દોરવાનો સમય આપે.
૨. ઓનલાઈન જિલ્લા પસંદગીની પ્રક્રિયા હોઈ શકે.કદાચ જિલ્લાની જગ્યાએ સીધી શાળા પસંદગી કરવાની પણ હોઈ શકે.
૩. જિલ્લો પસંદ થયા બાદ જે તે ઉમેદવાર ને ડી.ઈ.ઓ કચેરીએ એટલેકે જિલ્લા મથકે મેરીટ પ્રમાણે શાળા પસંદગી કરાવે.
૪. ડી.ઈ.ઓ દ્વારા પસંદગી થયેલ ઉમેદવારને નિમણૂંકપત્ર આપશે અને અન્ય નકલ મંડળને જાણ સારૂ મોકલશે.
૫. ત્યારબાદ મંડળ જે તે નક્કી થયેલ ઉમેદવારને નિમણૂકનો લેખિત ઓર્ડર આપશે. દિન ૧૫ માં હાજર થવાનું જણાવે.
જૂના શિક્ષક માતૃસંસ્થામાં રાજીનામું મૂકે અને પછી નવી નિમણૂકની જગ્યાએ હાજર થાય તેવું હોઈ શકે.
No comments:
Post a Comment