Thursday 9 January 2014

તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૧૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની સુધારણા અન્વીયે યુવા મતદારોની નોંધણી અંગે ખાસ ઝૂંબેશ નક્કી કરવામાં આવેલ છે.
તા.૬ જાન્યુવઆરી-૨૦૧૪ના રોજ પ્રસિધ્ધક થનાર મતદારયાદીમાં જો કોઇ લાયક મતદારો, ખાસ કરીને યુવા મતદારો તથા મહિલા મતદારોના નામ સમાવિષ્ટ ન થયા હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં નોંધવા માટે તા.૧૧ થી તા.૨૦ જાન્યુવઆરી-૨૦૧૪ સુધી ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. મતદારો હક્કદાવાઓની અરજી રજૂ કરી શકશે. ખાસ ઝૂંબેશના તમામ દિવસો દરમિયાન મતદાર યાદીના સંબંધિત બુથ લેવલ ઓફિસર, સંબંધિત મતદાર નોંધણી અધિકારી-વ-પ્રાંત અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી-વ-મામલતદારશ્રીની કચેરીમાં જરૂરી આધારપુરાવા સાથે હક્ક દાવાની અરજીઓ રજૂ કરી શકાશે.
આ ઉપરાંત જિલ્લા ના તમામ મતદાનમથકો પર તા.૧૯ જાન્યુ આરી-૨૦૧૪ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યાત સુધી બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) દ્વારા અરજી સ્વીકકારવામાં આવશે.
લોકસભાની સામાન્ય‍ ચૂંટણી-૨૦૧૪ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા મતદારો પણ મતદાનથી વંચિત ન રહે તે ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રયત્નોૂ કરવામાં આવે છે. આથી ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા હોય તેવા મતદારો કે જેમના નામ મતદારયાદીમાં ન નોંધાયા હોય તેવા તમામ નાગરિકોએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા જિલ્લાા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રીએ અનુરોધ કરેલ છે

No comments: