Sunday, 7 March 2021

પ્રવાસી શિક્ષકો ના જાન્યુઆરી થી માર્ચ - 2021 સુધીના બીલ ના પત્રકો

            <<  પ્રવાસી શિક્ષકો ના ત્રણ માષ ના બિલ ના પત્રકો >>


>>  જાન્યુઆરી - 2021 થી માર્ચ - 2021 સુધી ના ત્રણ માષ ના બીલ બનાવવાના છે .

>> પત્રક - 1 જેટલા શિક્ષકો હોય તેટલા બનાવાવા

>> પત્રક - 2 ત્રણ માષ ના ત્રણ બનશે .

>>  દરેક શિક્ષક નો કાર્યભાર ના ત્રણ માષ ના ત્રણ પત્રકો બનાવવા 

>> દરેક શિક્ષક નો માષ નો કાર્યભાર ગણવામાટે તેના દ્વારા એક માષ માં તેને આપેલા વિષય ના કેટલા તાસ લીધા છે તેની માહિતી પહેલા બનાવવી

>> અહી તમને એક શિક્ષક નો કાર્યભાર ના પત્રક બનાવ્યું છે તેના આધારે વધુ શિક્ષક ના બનાવવા .

>>  સૌપ્રથમ આ પત્રકો ની સમજૂતી અહી નીચે ક્લિક કરી સમજી લેવી જેથી પત્રકો સરળ થી બનાવી શકાય 

<< પત્રકો અને બિલ બનાવાવા ની સમજૂતી માટે અહી ક્લિક કરવું >>

**  નીચે ની ( પત્રિકા)લિન્ક ને ક્લિક કરતાં એકજ એક્સેલ માં બધાજ પત્રકો મળી જશે તેમાં તમારી શાળા પ્રમાણે સુધારો વધારો કરી લેવો :--

>>  પત્રકો પહેલા ડાઉનલોડ કરી લેવા પછી એક્સેલ માં તમારી રીતે જેટલા શિક્ષકો હોય તે રીતે કોપી કરી બનાવવા :-


 







Tuesday, 16 February 2021

રજા પ્રવાસ અથવા વતન પ્રવાસ રાહત નું રોકડ પેકેજ

           <<  રજા પ્રવાસ અથવા વતન પ્રવાસ ના રોકડ ની માહીતી >>

>>  વર્ષ - 2016 /19 નું પેકેજ ને 31/03/2021 સુધી લંબાવવામાં આવેલ છે સાથે રોકડ નો લાભ લેવો હોય તો પણ યોજના માં સમાવેશ કરેલ છે 

ખાસ મુદાઓ ની સમજૂતી :--

( 1 ) વર્ષ 2016 -19 નો બ્લોક આ વર્ષે 31/03/2021 સુધી લંબાવેલ છે માટે તમે લાભ લઈ શકો છો

( 2 ) અહી બે પ્રકાર ના પરિશિષ્ટ છે બંને નો લાભ ફરજિયાત લેવો જરૂરી છે

( 3 ) પરિશિષ્ટ – A માં 10 રજા નું રોકળ માં રૂપાંતર

( 4 ) પરિશિષ્ટ – B સૂચિત ભાડા ની રકમ કરતાં ત્રણ ઘણો વધુ ખર્ચ


>> ખાસ આ વખતે 12% થી ઉપર જીએસટી વળી કોઈ પણ વસ્તુ ખરીદીને તેના 

      બદલામાં આ લાભ મેળવી શકો છો 

>> અહી જણાવ્યા પ્રમાણે ની ગણતરી કરી તેટલો કે ઓછો ખર્ચ કરતાં પણ તમને

       લગભગ 45 % જેટલો લાભ થાય જ છે .


<<<<<<<<<<< ગણતરી કેવી રીતે તમારી જાતે કરવી :-- >>>>>>>>>>

·        પરિશિષ્ટ A ની ગણતરી :-

·        તમારો પોતાનો બેજીક :- ___________________________રૂ

·        મોંઘવારી ભથ્થું =  164% એટલે કે તમારા બેજીક ને 1.64 વળે ગુણી દેવાના

              =  બેજીક * 1.64 =_____________________

Ø હવે , કુલ રકમ = બેજીક + મોંઘવારી =__________________

Ø 10 રજા નું રોકડ માં રૂપાંતર =

                                  કુલ રકમ * 10   

                                     30

Ø ઉપર ની રકમ જેટલું ખર્ચ કરતાં તે સો ટકા મળે છે

·       પરિશિષ્ટ – B ની ગણતરી :--

·        સૂચિત ભાડા ની રકમ (1) 20,000 ( જો ગ્રેડ પે  7600 થી વધુ હોય તો )

                     (2) 6000 ( જો ગ્રેડ પે 7600 થી ઓછો હોય તો )

·        કુટુંબ ના સભ્યો ની સંખ્યા :- _______

·        ભાડા ની સૂચિત રકમ = અહી ( 20,000 અથવા 6000 જે લાગુ પડે )* સભ્યો

·        સંપૂર્ણ રોકડ નો લાભ લેવામાટે કરવો પડતો ખર્ચ = ભાડા ની સૂચિત રકમ * 3

 

 

Ø   અહી એલ ટી સી નો લાભ લેવા માટે આગડ જણાવ્યુ તેમ ફરજિયાત બન્ને પરિશિષ્ટો નો સમાવેશ કરવો જરૂરી છે તેમ પરિપત્ર માં જણાવેલ છે

Ø    ઉપર ની ગણતરી પ્રમાણે યોજના અંતર્ગત રોકડ લાભ લેવા માટે ખર્ચ કરવાની રકમ નીચે મુજબ ગણી શકાય છે :-

Ø      = પરિશિષ્ટ A + પરિશિષ્ટ B ના ત્રણ ઘણા

v  દાખલા તરીકે :

Ø બેજીક – 25000 છે અને કુટુંબ માં 4 સભ્યો છે

Ø પરિશિષ્ટ – A ની ગણતરી

Ø બેજીક – 25000 અને મોંઘવારી = 25000*1.64 = 41000

Ø રજા નું રોકડ = 25000+41000= 66000*10/30 = 22000

Ø પરિશિષ્ટ – B ની ગણતરી

Ø સૂચિત ભાડા ની રકમ કદાચ = 6000 છે કુટુંબ માં 4 સભ્યો

Ø હવે ભાડા માં સૂચિત રકમ = 6000* 4 = 24000 થાય

v  યોજના અંતર્ગત રોકડ નો સંપૂર્ણ લાભ લેવા માટે કરવાનો થતો ન્યૂનતમ ખર્ચ

                      = પરિશિષ્ટ – A + પરિશિષ્ટ – B ના ત્રણ ગણા

                      = 22000 + ( 24000*3)

                      = 22000 + 72000 = 94000 રૂપિયા

v આમ જો તમારે 46000 રૂપિયા મેળવવા હોય તો ન્યૂનતમ 94000 ખર્ચ કરવો જરૂરી છે.

 અહી ખાલી ઉદાહરણ આપેલ છે તમારે તેનાથી ઓછો ખર્ચ પણ કરી ને આજ રીતે ગણતરી કરી મેળવી શકો છો .


>>  એલ ટી સી ના રોકડ માટે ની માહિતી માટે નીચે ક્લિક કરવું :- 




>>  પરિપત્ર અને પ્રશ્નો ના જવાબ માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરવું  :- 


>>  તમારી જાતે ખાલી બેજીક અને તમારો ખર્ચ નાખવાથી કેટલા રૂપિયા મળે તેની ગણતરી માટે નીચે  એક્સેલ શીટ છે ક્લિક કરવું :- 👎👎👎👎


તમારી જાતે તમારા બેજીક અને તમે કરેલ ખર્ચ આધારિત મળવા પાત્ર રકમ ની ગણતરી









Wednesday, 20 January 2021

/////........ TOY FAIR _ ( રમકડાં નો મેળો ) .......////

 ///.......    ટોય  ફેર -  રમકડાં નો મેળો .....////

>>>     કેટેગરી :-  સંભાવના ( બાળકો જાતે કરી જુઓ ) 

>>>    ઉદેશો  :-  બાળકો તાર્કિક રીતે ચિંતન કરી અને ગમ્મત સાથે અને સર્જનાત્મક પ્રવૃતિઓ દ્વારા સંભાવના શીખે ,

>>>   વય જુથ : - માધ્યમિક 

>>>  શિક્ષક શ્રી :-  શ્રી કમલેશકુમાર  . જે . પટેલ 

 <<<   રમકડાં ની સંપૂર્ણ સમજૂતી માટે નીચેની લિન્ક 

( ચિત્ર ) ક્લિક કરવું :-


>>   મારી યૂ ટ્યુબ ચેનલ :  -  મારી ચેનલ માટે ની લિન્ક અહી ક્લિક કરવું

>>  મારો બ્લોગ            :-  મારા બ્લોગ લિન્ક માટે અહી ક્લિક કરવું 

>>  મારા ટોય ફેર ના ફોટોગ્રાફ :-









Friday, 8 January 2021

PSE / SSE ( પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા _ 2020 )

  /////....... પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા - 2020 ........////


>>  નમસ્કાર બાળકો અને વાલીઓ તથા શિક્ષકમિત્રો - રાજ્ય પરીક્ષા બોર્ડ ની પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ -2020 પરીક્ષા ની જાહેરાત અને નોટિફિકેશન આવી ગયેલ છે .

>>  પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા હાલ  ધોરણ - 6 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે 

>> માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા હાલ ધોરણ - 9 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે 

>>  આ પરીક્ષા બાબત ની સંપૂર્ણ સમજૂતી 

             ( 1 ) કેવીરીતે ફોર્મ ભરવું 

( 2 ) ફોર્મ ક્યાં જમા કરવવું અને ક્યાં ડૉક્યુમેન્ટ જરૂર પડશે 

( 3 ) અભ્યાસક્રમ કેટલો અને કેવો પૂછશે 

>>>   આમ આ બધીજ બાબત ની જાણકારી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ::---


>>   આ પરીક્ષા ની જાહેરાત અને નોટિફિકેશન માટે પણ નીચે ક્લિક કરતાં પી ડી એફ સ્વરૂપે મળી જશે ::--



>>  જો પરીક્ષા ના ફોર્મ અંગે ભરવા ની માહિતી ના સ્ટેપ પણ મેળવવા હોય તો નીચેના ચિત્ર ને ક્લિક કરી પી ડી એફ સ્વરૂપે મળી જશે ::--





<<  આ પરીક્ષા ના ફોર્મ ભરવા માટે અહી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં સીધા જ ફોર્મ ભરી શકો છો >>



>> ખાસ બાળકો જૂના આ પરીક્ષાઓ ના પેપર મેળવવા માગતા હોય નીચે ક્લિક કરવું :--

( 1 ) આ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતી -2014 થી 2019  ના પેપર માટે નીચે ક્લિક કરવું :--




























Wednesday, 30 December 2020

ધોરણ - 10 ( SSC) બોર્ડ ની પરીક્ષા નું પરિરૂપ

 ✉ ....  નમસ્કાર મિત્રો અને વાલીઓ 

              ધોરણ -10 માટે ની બધાજ વિષય માટે ની બ્લ્યુ પ્રિન્ટ ( પ્રશ્નપત્ર પરિરૂપ) બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

>>  ખાસ બાળકો જે ધો 10 ની બોર્ડ ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે બાળકો ને આ કોવિડ-19 પરિશ્થિતી ને કારણે ગણિત જેવા વિષય માં સંપૂર્ણ માહિતી મળી રહે બાળક સરીરીતે તૈયારી કરી વધુ માં વધુ માર્ક લાવી શકે તે માટે અહી માહિતી આપેલ છે .( ખાસ પહેલા સંપૂર્ણ વિડીયો જોવો તોજ બાળકો ને સંપૂર્ણ માહિતી મળશે)

>>  દરેક પ્રકરણ પ્રમાણે ની માહિતી માટે નીચેના ચિત્ર ન ક્લિક કરવું સો ટકા ખુબજ સુંદર માહિતી મળી રહેશે જે તમને પ્રશ્નપત્ર ને સમજવામાં મદદ મળી જશે ::-


>>  બાળકો બોર્ડ દ્વારા જાહેર કરેલ પરિરૂપ નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ::-- 


>>  દરેક પ્રકરણ માથી કેવા પ્રકારના પ્રશ્નો અને કેટલા માર્ક નું અને ક્યા નંબર પર પ્રશ્ન આવશે તે જાણવા અને પીડીએફ મેળવવા નેચે ક્લિક કરવું :--                             

                                              

Monday, 21 December 2020

યુવા - ઉત્સવ - 2020

                  ////....................... યુવા  ઉત્સવ - 2020 ..................////

     ખાસ યુવા મિત્રો જેની ઉમર 15 થી 29 હોય તે વિધ્યાર્થીઓ આ વર્ષ ના યુવા - ઉત્સવ -2020 નું આયોજન જીલ્લા રમત ગમત અધિકારી ની ઓફિસ દ્વાર આયોજન કરવામાં આવેલ છે તેમાં ભાગ લઈ શકે છે ..

        ખાસ આ વર્ષે - કોવિડ-19 ની પરિસ્થિતી ને કારણે સ્પર્ધામાં થોડા ફેરફારો કરવામાં આવેલ છે સાથે સાથે કઈ તારીખ સુધી તમે એન્ટ્રી મેળવી શકો છે આ વખતે સ્પર્ધા કેવી રીતે આયોજન કરવામાં આવશે તે બધી સંપૂર્ણ માહિતી માટે ......👇👇👇👇

>>>> સૌપ્રથમ નીચે એક ચિત્ર આપેલ છે જેને ક્લિક કરતાં મળી જશે ::--



>>  આ સ્પર્ધાની સંપૂર્ણ જાણકારી અને પરિપત્ર માટે નીચે ક્લિક કરવું 










Tuesday, 15 December 2020

ફિટ ઈન્ડિયા સ્કૂલ વીક - 2020

 ///////////.............ફિટ  ઈન્ડિયા સ્કૂલ વીક - 2020 ઉજવણી ........//////


>>  નમસ્કાર આચાર્યશ્રીઓ અને વ્યાયામ શિક્ષક શ્રીઓ આ વર્ષે ફિટ ઈન્ડિયા સ્કૂલ વીક -2020 ની ઉજવણી ના સંદર્ભ માં માહિતી :--
           >>  આ વર્ષે કોવિડ- 19 ની પરિસ્થિતી ને કારણે કેવી રીતે ફિટ ઈન્ડિયા સ્કૂલ વીક ની ઉજવણી કરવાની છે તેમાં આ વર્ષે વર્ચ્યુયલ એટલેકે ઓનલાઇન અને મેદાન પર કેવી રીતે કરવાની છે તેની માહિતી 

           >> શાળામાં બાળકો આવી શકતા નથી માટે તે બાળકો પોતાના ઘરે પોતાના વાલીઓ સાથે તેની ઉજવણી કેવી રીતે જુદા જુદા મધ્યમ દ્વારા કરવી તેની માહિતી 
  
           ( 1 ) વર્ચ્યુયલ સ્વરૂપે ઉજવણી 
           ( 2 ) પોસ્ટર મેકિંગ 
   ( 3 ) પેંટિંગ
           ( 4 ) વિવિધ કસરતો 
   ( 5 ) ઓનલાઇન વ્યાખ્યાનો 

       >>  ત્યાર બાદ શાળાઓએ આ પ્રોગ્રામ ને ફિટ ઈન્ડિયા વેબ પર મૂકવાની છે .

  <<  આ બધી ઉજવણી માં ફોટા અને વિડીયો ની માહિતી સ્કૂલ દ્વારા ફિટ ઈન્ડિયા વેબ સાઇટ પર કેવી રીતે ઈવેન્ટ ક્રિએટ કરી ને મૂકવાની છે તે બધીજ માહિતી માટે નીચેના ચિત્ર ને ક્લિક કરતાં બધીજ માહિતી મળી જશે :-


>>>   ફિટ ઈન્ડિયા વેબ પર રજીસ્ટ્રેસન માટે નીચે ક્લિક કરવું :--


Monday, 14 December 2020

//// ફરતી શાળા //// અને ////... ઓનલાઇન ક્લાસ માં બાળકો ..///

 ///..... ફરતી શાળા...../// અને   ///... ઓનલાઇન ક્લાસ માં બાળકો ...///

       >>  અમારી શાળા એક ગ્રામ્ય વિસ્તાર માં આવેલી શાળા છે.

              મારી શાળા માં અભ્યાસ કરતાં બાળકોમાં લગભગ 60 % બાળકો પાસે ઇન્ટરનેટ અથવા એંડરોઈડ ફોન ની સુવિધા ના હોવાને કારણે અભ્યાસ માં પાછડ ના રહી જાય તે આશય થી એક વિચાર આ કોવિડ-19 ની પરિસ્થિમાં આવેલ હતો તે ફરતી શાળા હતો ...

       >>  બાળકો શાળાએ આવી શકતા નથી તેમની પાસે ઘરે અભ્યાસ કરી શકે તેવી કોઈ વ્યવસ્થાના અભાવે તે બાળકોને તમનો અભ્યાસ પોતાની નજીક ના સ્થળે મળી રહે તે માટે અભ્યાસ ના મુખ્ય મુદ્દાઓ ની સમાજ મળી રહે તેમજ અભ્યાસ ની સામગ્રી મળી રહે તે માટે નું આયોજન એટલે અમારી ફરતી શાળા ..//

..   >>  અમારી ફરતી શાળા ને જોવામાટે નીચે ક્લિક કરવું :--



<<<   અમારી ફરતી શાળા ને સાથે .....જોડાયેલા બાળકો >>











>>  જે બાળકો પોતાના ઘર માં ઇન્ટરનેટ ની સુવિધા ધરાવતા ડિવાઈજ હોય તે બાળકો પણ ઓનલાઇન ક્લાસ માં અભ્યાસ કરે છે અને સાથે સાથે ગુજરાત ઇ ક્લાસ દ્વારા લેવામાં આવતી ઓનલાઇન પરીક્ષાઓ પણ આપે છે . તેની માહિતી:---






<<   મારી શાળા ના બાળકો દ્વારા ગુજરાત ઇ ક્લાસ માં પણ ટોપ 10 માં ઓનલાઇન પરીક્ષામાં સ્થાન મેળવ્યું હતું તેની માહિતી :--

>>  માહિતી માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું :--











Wednesday, 9 December 2020

કલા ઉત્સવ - 2020 ( વર્ષ 2020-21 )

 //...  નમસ્કાર મિત્રો કલા ઉત્સવ - 2020 નું આયોજન બાબત :- 

           દર વર્ષે કલા ઉત્સવ નું આયોજન રાજ્ય સરકાર દ્વારા શાળાઓ માં રાખવામાં આવે છે . 

   આ સ્પર્ધા ને કુલ ચાર સ્તરો એટ્લે કે 

  જિલ્લા લેવલે

   ઝોન લેવલે

   રાજ્ય લેવલે 

  અને ત્યારબાદ છેલ્લે નેશનલ લેવલે તેનું આયોજન કરવામાં આવેલ છે  

                આ વખત ની સ્પર્ધા નું આયોજન કોવીડ-19 ની પરિસ્થિતી ને કારણે થોડું અલગ પ્રકારનું છે 

   જેનું સંપૂર્ણ સમાજ નીચે ના ચિત્ર ને ક્લિક કરી પહેલા માહિતી સમજી લેશો :- 


>>  આ સ્પર્ધા માટે ની સંપૂર્ણ માહિતી જો તમે ડાઉન લોડ કરવા માગતા હોય તો નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને પરિપત્ર સાથે તે ડાઉન લોડ કરી શકો છે .


Monday, 23 November 2020

ડી એ તફાવત અને બોનસ ની સમજૂતી અને ગણતરી

 ///.... નમસ્કાર આચાર્યશ્રીઓ અને શિક્ષકો તથા ક્લાર્ક શ્રી .  

      દર વર્ષે છ માષ ની મોઘવારી ની ગણતરી અને એરિયર્ષ ની રકમ ની ગણતરી ની સમજૂતી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે...//

સાથે સાથે આ વર્ષ ની વર્ગ - 4 ના કર્મચારીનું બોનસ પણ બનાવેલ છે.

      આ વખતે છ માષ ની ગણતરી કરવાની છે . જેમાથી આ વખતે પ્રથમ હપ્તા તરીકે ત્રણ માષ ની રકમ મળશે.

                  સૌપ્રથમ પોતાની જાતે કેવી રીતે બનાવી શકાય તેની સમજૂતી નીચેના ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ::--

 અહી એક્સેલ શીટ માં માત્ર બેજીક નાખતા તફાવત મળીજાશે ....///

  


 

Saturday, 21 November 2020

D E AUDIT - ખાતાકીય ઓડિટ ગાંધીનગર

 //....  નમસ્કાર આચાર્યશ્રીઓ - શિક્ષકોશ્રી  અને ક્લાર્ક શ્રી ....//

                  કમિશ્નરશ્રી શાળાઓની કચેરી - ગાંધીનગર 

             ખાતાકીય ઓડિટના અનુસંધાને ગ્રાન્ટ ગણતરી મેમો 

>>>>    દરવર્ષે ખાતાકીય ઓડિટ ગાંધીનગર ની કચેરી દ્વારા થતાં હોય છે આ ગ્રાન્ટ ગણતરીના પત્રકોની માહિતી તેમજ આપણે જાતે તે ગણતરી કરીને કેવી રીતે તૈયાર રાખી શકીએ તે અનુસંધાને અહી એક સમજૂતી આપવામાં આવી છે .....//

              >>  કોઈ પણ કર્મચારી આ ગણતરી મેમો તૈયાર કરી શકે છે .

              >> સમજૂતી માટે નીચે ના ચિત્ર અને ક્લિક કરવું  👇👇>>>


>>>  આ ખાતાકીય ઓડિટ ના  પત્રકો માટે નીચેના 

                       ચિત્ર ને ક્લિક કરતાં મળી જશે ....//




Thursday, 22 October 2020

જવાહર નવોદય વિધ્યાલય માં એડમિસન માટે ની માહિતી

 ///.....નમસ્કાર મિત્રો અને બાળકો 

       જવાહર નવિદય માં એડમિસન માટે લેવામાં આવતી પરીક્ષા ના ફોર્મ ચાલુ થઈ ગયા છે.

ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર  ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

  ///..... ફોર્મ ભરવામાટે ની માહિતી નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને પહેલા સમજી લેવી 


     પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.. આ પરિક્ષાની માહિતી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં પીડીએફ સ્વરૂપે મળી જશે ::--



👉👉ખાસ મિત્રો સલાહ પહેલા સુચાનાઓ વાચી જવી ત્યારબાદ જ ફોર્મ કોમ્પ્યુટર માં જ ભરવું 
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની  લીન્ક👇