Wednesday, 25 December 2013


પહેલા બઢતી પછી પરીક્ષા નહિ, હવે CCC પાસ કરે એને જ બઢતી ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ જોગ પરિપત્ર : પરીક્ષા બાકી હોય તેવા પપ વર્ષ સુધીના કર્મચારીઓ પરીક્ષા આપી દયે ગાંધીનગર : ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ, કર્મચારીઓને બઢતી આપ્યા પછી સી.સી.સી. પરીક્ષા પાસ કરવા છુટ આપેલ તેમાં ફેરફાર કર્યો છે. હવે રાજય સરકારના નોકરીયાતો કોમ્પ્યુટર જ્ઞાનથી આ પરીક્ષા પાસ કરે પછી જ બઢતી કે ઉચ્ચ પગારનો લાભ મળશે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ દેવી પંડયાની સહીથી આ અંગે તા. ૧૧-૧૧-ર૦૧૩ના રોજ પરિપત્ર ક્રમાંક પરચ-૧૦ર૦૦પ-૧પ૩ર-ક પ્રસિદ્ધ થયો છે. પરિપત્રમાં જણાવાયું છે કે જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે, તેવા અધિકારી/કર્મચારીઓએ (૧) તેમની નિવૃત્તિ તારીખ સુધીમાં અથવા (ર) તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં, એ બે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની રહેશે અન્યથા તેમને આપવામાં આવેલ બઢતી/ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પરત લેવામાં આવશે. તા. ૧-૭-ર૦૧૩ના રોજથી જેમણે CCC/ CCC+ પરીક્ષા પાસ કરી હોય માત્ર તેવા જ અધિકારી/કર્મચારીઓના કેસમાં બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા વિચારણા કરવાની રહેશે અને જે અધિકારી/કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરી નહીં હોય તેમને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે નહીં. હવે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC/ CCC+ ની પરીક્ષા પાસ કરેલ હોવી એ પૂર્વશરત/લાયકાત છે. જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે તથા જેઓએ પંચાવન વર્ષ પૂર્ણ કરેલ નથી તેવા અધિકારી/કર્મચારીઓએ તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની થતી હોઇ તેઓ આ બાબતે સરદાર પટેલ રાજય વહીવટ સંસ્થા, અમદાવાદ અને તે સંચાલિત પ્રાદેશિક કેન્દ્રોનો સંપર્ક કરી સ્પીપા દ્વારા આયોજીત CCC/ CCC+ ની પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. આ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ CCCની પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ ઠરાવની જોગવાઇઓને ધ્યાને લેતા

Gujarat University Exam Department has Declare Result of old Course

Gujarat University Exam Department has Declare  Result of old Course  3rd B.SC, 2nd B.Sc, 1st B.com, 3rd BCA  For Result-click her...

Tuesday, 24 December 2013

 પ્રાથમિક શાળા માટે ધોરણ ૧ થી ૫ માટે P.T.C. અને TET પાસ થયેલ ઉમેદવારોની ૨૦૦૦ વિદ્યાસહાયકોની નિમણુંક આપવાનો નિર્ણય થયેલ છે તે અંગે ટૂંક સમયમાં જાહેરાત આપી નિમણુંકની કાર્યવાહી ની શરૂઆત .  Said : - Bhupendrasinh Chudasama ( Edu. Minister Gujarat...
  • GSTDREIS Principal & Teachers Vacancies Details | Apply Now last : 08-01-2014 
  • CET (ITI) 127 Foreman Instructor Details | Apply Now last: 13-01-2014 
  • GSRTC Various Posts Details | Apply Now last: 31-12-2013 
  • GSET Library & Information Science Call Letters Available now
    Click Here Updated on 24-12-2013,Tuesday 
  • AMC Assistant Health Officer Vacancies
    Click Here Updated on 24-12-2013,Tuesday 
  • Junagadh Agriculture University Senior Research Fellows Vacancies
    Click Here Updated on 24-12-2013,Tuesday 
  • Gandhinagar Municipal Corporation Solid Waste Manager Call Letters
    Click Here Updated on 24-12-2013,Tuesday 
  • Punjab Gramin Bank Recruitment 2014 - Officers and Office Assistant Posts
    Click Here Updated on 24-12-2013,Tuesday 
  • Langpi Dehangi Rural Bank Officers, Office Asst Vacancies
    Click Here Updated on 24-12-2013,Tuesday 
  • NICL Administrative Officer (AO) Re-exam Call Letters Available now 
    Click Here Updated on 23-12-2013,Monday 
  • The Banaskantha District Central Co-operative Bank Ltd. Various Vacancies
    Click Here Updated on 23-12-2013,Monday 
  • GPSC Chief Officer (Nagarpalika) New Exam Date Declared : 19-01-2014 
  • Monday, 23 December 2013


    ઉત્તર પ્રદેશ માં ૧.૬૩ લાખ શિક્ષકોને ફિક્સ પગાર માંથી પુરા પગાર માં સમાવ્યા........!

    લોકસભા ચુંટણી નજીક આવતી હોવાથી યુપી નાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે માધ્યમિક ના ૨૪૪૮ હંગામી શિક્ષકો ને કાયમી તેમજ પ્રાથમિક ના ૧.૬૩ લાખ શિક્ષક મિત્રો ને નિયમિત પગાર ધોરણ માં સમાવેશ કરવાનો નિર્ણય કરેલ છે . યુપી ના શિક્ષક સંગ ને સુભેચ્છા આશા રાખીએ ગુજરાત માં પણ આવો ચમત્કાર થાય.... टीचर बनेंगे यूपी के 1.63 लाख शिक्षा मित्र लोकसभा...

    Thursday, 19 December 2013

    મિત્રો,
    તા.16-12-13 ના રોજ ગાંધીનગર ખાતેથી શિક્ષણ વિભાગમાંથી રૂબરૂમાં મળેલી માહીતી મુજબ હાયરસેકન્ડરી (ઉચ્ચત્તર શિક્ષક ભરતી )  મેરીટ ટૂંક સમયમા જ મુકાય એવી પૂરી શક્યતા છે. મહિલા અનામત અંગે ટેકનિકલ મુશ્કેલીના કારણે મેરીટ જાહેર થવામાં વિલંબ થયો હોવાનુ જાણવા મળેલ છે. છતાં તા. 25-12-13 સુધીમા મેરીટ ના જાહેર થાય  તો નીચેની યાદીમાંના  મિત્રોનો સ્થાનિક લેવલે સંપર્ક કરવો જેથી  યોગ્ય રજૂઆત માટે કાર્યવાહી કરી શકાય. મિત્રો ચૂંટણી પહેલા ભરતી પૂરી થાય તેમાં બધાનું ભલુ છે. જો ચૂંટણી આચારસંહિતા આવી જશે તો ફરી ભરતી ખોટવાઈ જશે. તો જરૂર પડે તો રજૂઆત - રેલી - આમરણાંત ઉપવાસ કે અન્ય રૂબરૂ મૌખિક - લેખિત રજૂઆત માટે માનવબળની જરૂર પડશે. આ માટે લાગતા વળગતા ભરતીની કાગડોળે રાહ જોઈ રહેલા મિત્રોએ નીચેના મિત્રોનો ફોનથી 11 થી 5 સિવાયના સમયે સંપર્ક કરવો જેથી કોંટેક્સ લિસ્ટ તૈયાર કરી શકાય.  મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે એક હાથે તાળી પડતી નથી. ઝાઝા હાથ રળિયામણા. અને  એકતામાં જીત છે. સંપ ત્યાં જંપ. આપ નીચેના મિત્રોનો કોન્ટેક  કરશો.

    વિજય કણઝારિયા (સૌરાષ્ટ્ર)           9925576146 

    ભાસ્કરભાઇ રાવલ(પાલનપુર)         9898810680



    સાગરભાઇ ખટાણા(ગાંધીનગર)          9725646685 

    ભાર્ગવભાઇ ભટ્ટ (ડીસા)                9924695189



    ઘનશ્યામભાઇ કુમરખાણિયા(વિરમગામ)    8347417251 

    તુષાર પટેલ (અમદાવાદ)             9924481864 



    દિવ્યેશ મકવાણા (અમદાવાદ)        9909821997

    રેવાભાઇ દેસાઇ (કાંકરેજ)             9428678260

    Saturday, 7 December 2013

    બીઆરસી અને સી.આર.સી.કો. ઓર્ડીનેટરની કામગીરીની સમીક્ષા(રીવ્યુ) અંગે...............!

     

    STD 1 TO 5 NI BHARATI MATE ,,,,,,,,,//

    Hal ni paristhi pramane ankada sacha hoy to 1thi 5 ane 6 thi 8 ni bharti jaldi thi avava ni shakyatao....
     

    PRI GUNOTSAV


    Friday, 6 December 2013

    ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકની મેરીટ યાદી આજ રોજ તેની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. પરંતુ સાઈટ ખુલતી ન હોવાને કારણે કદાચ મેરીટ હાલ પૂરતું ઉઠાવી લીધેલ હશે તેવું લાગે છે. 
    મિત્રો - મેરીટ નજીકના કલાકોમાં કે દિવસોમાં જોવા મળશે.  

    ન વી  ભરતી    માટે   કઈક   વિચાર 

    ધારોકે નજીકના ભવિષ્યમાં એટલેકે એકાદ અઠવાડિયામાં ભરતી મેરીટ ન જાહેર થાય તો લડતની જરૂર છે.કારણકે ૨૧ મી સદીમાં જ્યારે ઓફિસોમાં કમ્પ્યૂટરનો ઉપયોગ થયો છે અને ઓનલાઈન ભરતી થઈ રહી છે ત્યારે  ગાંધીના આ વાઈબ્રન્ટ  ગુજરાતમાં ફોર્મ ભર્યા પછી ત્રણ માસ થયા હોવા છતાં મેરીટ જાહેર ન થાય તે હાસ્યાસ્પદ છે. હજારો શિક્ષિત બેરોજગારો નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્ગખંડો શિક્ષકો વિના સૂના છે. નવા વર્ગોની લ્હાણી કરી છે - વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો વિના વર્ગોમાં શિક્ષણકાર્ય અસરકારક થઈ શકે નહિ તે વાસ્તવિક સત્ય છે.  

    દુ:ખ  સાથે કહેવું પડે છે કે ઘણી જગ્યાએ ધોરણ ૧૧ - ૧૨ વિજ્ઞાન પ્રવાહોના વર્ગા મંજૂર થયા છે વિદ્યાર્થીઓ છે  પરંતુ એક પણ શિક્ષકો નથી.  શિક્ષકો વિના ભાવિ દાક્તરો તથા એંજિનિયરો તૈયાર થઈ રહ્યા છે.  
       
    મિત્રો લડત માટે નીચેના પગલાં ભરી શકાય .

    1.  વારંવાર પ્રેસનોટ સમાચારપત્રોમાં આપો. પ્રશ્નને જીવિત રાખો. 

    2.  જિલ્લા મથકોએ સમાચારપત્રોમાં જાહેરખબર આપી એકાદ અઠવાડિયામાં કોઈક બગીચામાં એકઠા થઈ આગામી જલદ કાર્યક્રમો માટે સંગઠન બનાવો. ઉમેદવારોના મોબાઈલ નંબરની યાદી બનાવો. અને જિલ્લા કક્ષાએ એક સાથે આયોજન કરી કલેક્ટર તથા ડી.ઈ.ઓ ને આવેદનપત્ર આપો. 

    3.  ત્યારબાદ રાજ્યકક્ષાએ પ્રશ્નને જીવિત કરવા ગાંધીનગર રેલીનું આયોજન કરી શકાય. પત્રકારોને બોલાવી સફળ રેલીના સમાચાર અપાવો. 

    4. જરૂર પડેતો ભૂખ હડતાળની ચિમકી આપી છેલ્લે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉપાડી શકાય.

    5. મિત્રો - કોઈજ રાજકીય પક્ષના હાથા બની પ્રશ્નને ચગાવતા નહિ  કારણકે તેમાં પક્ષોના અહમને લીધે પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ સમસ્યા લંબાય છે.  

    ABOUT BHARATI

    મારા મતે ગ્રાન્ટેબલ શાળાઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા નીચે મુજબ હોઈ શકે.

    ૧. ભરતી બોર્ડ મેરીટ જાહેર કરશે. મેરીટમાં કોઈને વાંધો હોય તો લેખિત અરજી દ્વારા ધ્યાન દોરવાનો સમય આપે.

    ૨. ઓનલાઈન જિલ્લા પસંદગીની પ્રક્રિયા હોઈ શકે.કદાચ જિલ્લાની જગ્યાએ સીધી શાળા પસંદગી કરવાની પણ હોઈ શકે.

    ૩. જિલ્લો પસંદ થયા બાદ જે તે ઉમેદવાર ને  ડી.ઈ.ઓ કચેરીએ એટલેકે જિલ્લા મથકે મેરીટ પ્રમાણે શાળા પસંદગી કરાવે. 

    ૪. ડી.ઈ.ઓ દ્વારા પસંદગી થયેલ ઉમેદવારને નિમણૂંકપત્ર આપશે અને અન્ય નકલ મંડળને જાણ સારૂ મોકલશે. 

    ૫. ત્યારબાદ મંડળ જે તે નક્કી થયેલ ઉમેદવારને નિમણૂકનો લેખિત ઓર્ડર આપશે. દિન ૧૫ માં હાજર થવાનું જણાવે. 

    જૂના શિક્ષક માતૃસંસ્થામાં રાજીનામું મૂકે અને પછી નવી નિમણૂકની જગ્યાએ હાજર થાય તેવું હોઈ શકે. 

    Friday, 1 November 2013

    સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ સ્ટેટસ આગામી તારીખ  ૧૨/૧૧/૨૦૧૩

    આ અગાઉ આ જ બ્લોગ ઉપર ધ્યાન દોરવામાં આવેલ હતુ કે કેસનું જજમેંટ આવતા ૩ થી ૪ માસ ઓછામાં ઓછા લાગશે. મિત્રો આગામી ૧૨/૧૧/૨૦૧૩ ના રોજ પણ નવી તારીખ જાણવા તૈયાર રહેજો.એના પછી પણ ... એના પછી પણ ..... એના પછી પણ ..... એના પછી પણ તારીખ જાણવા તૈયાર રહેજો.


    ચિંતા અને ચિંતન
    મિત્રો -  પાંચ વર્ષ સુધી અસહ્ય મોઘવારીના જમાનામાં પેટે પાટા બાંધીને ફિક્સ પગારમાં કુટુંબનું ભરણપોષણ કરી જ્યારે કર્મચારી ફૂલ પગારમાં આવે છે ત્યારે કે પછી પોતાના હકના જી.પી.એફના નાણા ખરા જરૂરિયાતવાળા પ્રસંગે જરૂર હોય ત્યારે  ફૂલ પગારની ફાઈલો ક્લીયર કરવા અને જી.પી.એફનો ઉપાડનો ચેક તૈયાર કરવા જાણીજોઈને નાણાની રોકડી કરવા ( પૈસા પડાવવા ) કચેરીમાં લાગતા વળગતા દલાલો કે ક્લાર્ક - અધિકારીઓ દ્વારા દબાવી રાખવામાં આવે છે અને ફાઈલ ક્લીયર કરાવવા નાણા માંગવામાં આવે છે. જો પૈસા આપવામાં ન આવે તો જાણીજોઈને ક્વેરી કાઢી ફાઈલ વિલંબમાં નાખે છે. ફાઈલ વિલંબમાં પડવાના કારણે ચાણક્યના લેબલવાળા સ્વાર્થી શિક્ષકો દોડતા આવા લેભાગુ તત્વોના ઘૂંટણિયે પડી સામે ચાલીને નાણા કોઠળી ખુલ્લી મૂકે છે અને પાછા વર્ગખંડમાં નિતીના પાઠો - ભષ્ટ્રાચાર કરવો જોઈએ નહિ અને ભષ્ટાચાર કરનારને રોકવો જોઈએ તેવી મીઠી મધુરી વાતો કરે છે. 
    મિત્રો - આવા ઓફિસોમાં પૈસા માંગતા ચહેરાઓ ખરેખર ડરપોક હોય છે. આવા ચહેરાઓના ઘૂંટણિયે પડવાની કોઈજ જરુર નથી. જરૂર છે આવા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા એંટી કરપ્શન બ્યુરોમાં ધ્યાન દોરી  છટકું ગોઠવવાની. બજારમાં ખૂબજ નાના બટન ટાઈપના કેમેરા આવે છે. આવા ટેક્નોલોજીના સાધનોનો ઉપયોગ કરી આવા લેભાગુ તત્વોના ભષ્ટાચારની ડીમાન્ડનું રેકોર્ડીગ કરી ખુલ્લા કરવાનું અભિયાન ચાલુ કરો. રડતા રડતા - રેંગતા રેંગતા  આવા ભષ્ટાચારી ક્લાર્ક કે લાગતા વળગતા અધિકારી તમારા ઘૂંટણિયે ના પડે તો કહે જો મને ?
     ચાણક્યની વાતો કરવાથી ચાલશે નહિ. ખરેખર ચાણક્ય બનવાની જરૂર છે. એક વાત જીવનમાં બરાબર યાદ રાખજો - સત્યવાન  હેરાન થઈ શકે છે પરંતુ હારતો નથી.લાંબા સમયે પણ એની જીતજ થાય છે
     
    થોડા સમય  પહેલા  ની વાત છે   નવસારી ના  એક  શીક્સકે  જીલ્લા  સીક્સનાધિકારી   ને   લેસીબી  નું   છટકું  ગોઠવી  ને   પકડાવી  દીધા સાબાસ   મિત્ર 
     
     

     
    આ સ્ટોરી વિશે આપના વિચારો કોમેંટ્સમાં આવકાર્ય છે.

    Monday, 28 October 2013

    મા રા   મિત્રો   આ સરકાર  ને  જરા  કહો   કે   શાળા માં વર્ગો   ખાલી  છે। .........
         શિક્ષકો   ને   મહેરબાની  કરીને   શિક્ષકો  આપો। ...........
                શાળા ના બાળકો  રાહ  જોઈ રહય  છે। ............


    છેલ્લા    પાચ  વરસ  થી   શાળા   ની   પાથરી  ફેરવી    છે   આના   કરતા   તો   પહેલા   સારું હતું   આખા
    વરસ    ભરતી  થતી હતી। .........
     
      બચારા  આ   પાચ  વરસ   જે  બાળકો   ભાણીય  છે    તેમની તો  બચારો ની  ભણવા   માં ઠેકાણા  પાડવા
     દીધા નથી। ..........બસ     વધારે   નથી   લખતો        વિચાર કરજો    મારા   વ્હાલા  વ્હાલા  મિત્રો। .............///
    ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે  વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ? 


    મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થી નું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
    માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં  ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ  ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.  

    ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.  




    If You Problem To Read Then Download Font Terafont Chandani From Following Link 

    ગુજરાત સરકારે આજ રોજ ડી.એ માં  ૧૦ % નો વધારો જાહેર કરેલ છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી ૯૦ % મુજબ ડી.એ મળશે. પરિપત્ર માટે નીચે ક્લીક કરો. 

    Thursday, 3 October 2013

    DIES - Data Entry

    Unified District Information System for Education (UDISE 2012-13) 

    SSA Gujarat Council of Elementary Education - Education Department  (Govt. of Gujarat)


    જિલ્લો અને બ્લોક પસંદ કરીને તમારી શાળાના નામ શોધો અને જો ન મળે તો DISE ફોર્મ ડાઉનલોડ કરી ભરો અને સંબંધિત જીલ્લા અથવા તાલુકા કચેરી સુપ્રત કરવું .   SMC માટે DISE સંબધિત સુચનાઓ